Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એરલાઇન્સમાં કોન્ટ્રાકટ મળ્યો છે તેવુ કોઈ કહે તો ચેતી જજો

એરલાઇન્સમાં પાણી-કપડાંના ધંધાનો ઓર્ડર આપવાનું કહી વેપારીના 13.70 લાખ પડાવનાર ત્રણ આરોપીમાંથી એક આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી.બે ભાઇઓએ પોતાને ઓર્ડર મળ્યો હોવાનું કહી અડધા અડધા નાણા ભરી કામ કરવાની લાલચ આપી હતી.જ્યારે ફરાર આરોપી ખાલીદ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર હોવાની ઓળખ આપી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા.નવરંગપુરા પોલીસની પકડમાં આવેલા આરોપીનું નામ છેનવરંગપુરા પોલીà
એરલાઇન્સમાં કોન્ટ્રાકટ મળ્યો છે તેવુ કોઈ કહે તો ચેતી જજો
Advertisement
એરલાઇન્સમાં પાણી-કપડાંના ધંધાનો ઓર્ડર આપવાનું કહી વેપારીના 13.70 લાખ પડાવનાર ત્રણ આરોપીમાંથી એક આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી.બે ભાઇઓએ પોતાને ઓર્ડર મળ્યો હોવાનું કહી અડધા અડધા નાણા ભરી કામ કરવાની લાલચ આપી હતી.જ્યારે ફરાર આરોપી ખાલીદ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર હોવાની ઓળખ આપી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા.
નવરંગપુરા પોલીસની પકડમાં આવેલા આરોપીનું નામ છે
નવરંગપુરા પોલીસની પકડમાં આવેલા આરોપીનું નામ છે ધવલ હરસુરા જેણે તેના ભાઇ કૃણાલ હરસુરા અને ખાલીદ મલેક સાથે મળી એક વ્યક્તિ સાથે 13.70 લાખની ઠગાઇ આચરી વિશ્વાસ ઘાત કર્યો છે આરોપીઓએ એરપોર્ટ પર એરલાઇન્સમાં પાણી તથા કપડાંના વ્યવસાયનો ઓર્ડર અપાવીશું કહી 13.70 લાખની ઠગાઈ કરી હતી.રેડિમેડ કપડાંનો વેપાર કરતા અરવિંદ દેસાઈ ફેબ્રિકેશનનો વેપાર કરતા ધવલ અને તેના ભાઈ કૃણાલ હરસુરાના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ ખાલીદ મલેક કે જે એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું જણાવી નિખિલભાઈનો સંપર્ક કરાવ્યો હતો.બાદમાં બે સગા ભાઇઓએ પોતાને સમય નથી અને તેઓને ઓર્ડર મળ્યો હોવાનું કહી સાથે મળીને કામ કરવાની લાલચ આપી ફરિયાદી પાસે છ લાખ ભરાવ્યા હતા.
સ્પાઇસ જેટનો ઓર્ડર પણ ખોટો હતો તેવું સામે આવ્યું હતુ
ભોગ બનનાર નિખિલભાઇએ પાણીની ડિપોઝિટ પેટે 6 લાખ ટ્રાન્સફર કર્યા એ સમયે ધવલ અને ખાલીદે વધુ 4 લાખ ચૂકવવા કહ્યું હતું..ત્યાર બાદ કપડાંના ઓર્ડરની ડિપોઝિટ પેટે પણ લાખો રૂપિયા ધવલ-ખાલીદે લીધા હતા. આમ નિખિલભાઇએ કુલ 13.70 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ નિખિલભાઇએ સ્પાઇસ જેટમાં રૂપિયા જમા કરાવ્યા અંગેનું બેંક સ્ટેટમેન્ટ માગતા બંનેએ આપ્યું ન હતું અને સ્પાઇસ જેટનો ઓર્ડર પણ ખોટો હતો તેવું સામે આવ્યું હતુ. જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સહયોગન આપી તેણે કોઇ ગુનોન કર્યો હોવાનું રટણ કરી રહ્યો છે
બે સગા ભાઇ એવા આરોપીઓ ફેબ્રીકેશન લેથ મશીનનું કામ કરે છે.જેમા્ં એક આરોપી કૃણાલ પુના હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી હાલ તો પોલીસ તપાસમાં સહયોગન આપી તેણે કોઇ ગુનોન કર્યો હોવાનું રટણ કરી રહ્યો છે.ત્યારે અન્ય ફરાર આરોપીને પકડવા પોલીસ કામે લાગી છે.ત્યારે અન્ય આરોપીઓ પકડાયા બાદ આ ગુનામાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×